મુંદ્રા ખાતે આવેલ લાખાપરમાં મિલકતના બોગસ દસ્તાવેજ બનાવતા જિલ્લા કલેકટરશ્રીને લેખિત રજૂઆત
મુંદ્રા ખાતે આવેલ લાખાપરમાં વડીલોપાર્જિત મિલકતનો બોગસ દસ્તાવેજ દ્વારા જમીન વેચવાનો પ્રયાસ કરવામાં આવતા આરોપી શખ્સ વિરુદ્ધ જિલ્લા કલેકટરશ્રીને લેખિત ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર લાખાપરના જાડેજા જિગર મહોબતસિંહ દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવવામા આવેલ છે. પાઠવવામા આવેલ પત્રમાં જણાવ્યા અનુસાર લાખાપરના મકાન 432/2ના બોગસ દસ્તાવેજ બનાવી ખોટી રીતે વારસદાર તરીકે ભત્રીજાને ઉપસાવી મિલકતના નંબરો ઉપયોગમાં લઈ દસ્તાવેજ બનાવવામાં આવેલ છે. ઉપરાંત આ બોગસ દસ્તાવેજમાં છેકછાક કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે, આરોપી શખ્સે વારસદાર તરીકે બતાવવામાં આવેલા ઇસમ દ્વારા કોર્ટના વારસ સર્ટિફિકેટ મેળવ્યા વગર વારસદાર બની ખોટો દસ્તાવેજ કરેલ હતો. જે અંગે જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવવામા આવેલ છે.