કંડલા પોર્ટ બહાર ડમ્પર પલટી જતાં યુવાનનું મોત

copy image

copy image

જાણવા મળી રહ્યું છે કે, કંડલા પોર્ટ બહાર ડમ્પર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં 30 વર્ષીય યુવાનનું મોત નીપજયું હતું.  આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો આ બનાવ ગત તા.3/2ના રોજ રાતના સમયે બન્યો હતો. ગત તા. 3/2ના રાત્રિના 10.31 વાગ્યાના સમયે મૃતક શખ્સ પોતાના કબ્જાનું આઈસર ડમ્પર  ખાલી કરી રહ્યો હતો, તે દરમ્યાન અચાનક અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં  ગંભીર રીતે  ઘાયલ    યુવાનને પ્રથમ રામબાગ હોસ્પિટલ બાદમાં વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ  જવામાં આવેલ હતો.જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું.