ભુજની સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ ગુજારનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

ભુજની સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ ગુજારનાર શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ  ફરિયાદીની સગીરવયની દીકરી સાથે આરોપી શખ્સે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કર્યા બાદ અવાર-નવાર વાતચીત કરી લગ્નની લાલચ આપીને તે ફરિયાદીની સગીરવયની દીકરીનું કાયદેસરના વાલીપણામાંથી  અપહરણ કરી તપકેશ્વરી રોડ પર લઈ જઈ ત્યાંના જંગલમાં તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. પોલીસે આ અંગે આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેની અટક કરી હતી. આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.