વરલી મટકાના આંકડા લેનાર ભુજના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, વરલી મટકાના આંકડા લેનાર ભુજના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે પ્રાપ્ત વિગતો મુજબ બે દિવસ અગાઉ બપોરના સમયે સોનીવાડની સુમરા ડેલી નજીક શ્રીદેવી ઓપન બજારના વરલી મટકાનો આંક ફેરનો જુગાર રમી રમાડતા શખ્સને પોલીસે દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ સખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.