નકલી નોટ સાથે રહીશને ટોપી પેરવાના ઈરાદે નીકળેલ એક શખ્સને પોલીસે દબોચી લીધો : એક ફરાર
જાણવા મળી રહ્યું છે કે, શેખપીર ચેકપોસ્ટ વાહન ચેકીંગ દરમ્યાન નકલી નોટ સાથે એક શખ્સને પોલીસે દબોચી લીધો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પધ્ધર પોલીસ ગત શનિવારે શેખપીર ત્રણ રસ્તા નજીક વાહન ચેકિંગમાં હતી.તે દરમ્યાન નંબર પ્લેટ વગરની એકટીવા પર સવાર બે શખ્સો આવતા પોલીસે ટેન ઊભા રખાવેલ હતા. બાદમાં એક શખ્સને નીચે ઉતારતા ચાલક આરોપી એકટીવા હંકારી ભાગ્યો હતો.પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા આ શખ્સ પાસેથી આગળ પાછળ પાંચસોની બે સાચી નોટ વચ્ચે કોરા કાગળ રાખેલા બે બંડલ મળી આવેલ હતા. કોઈ સાથે ઠગાઈ કરવાના ઈરાદે નીકળેલા આરોપી શખ્સને પોલીસ સકંજામાં લીધા હતા.
આ દરમિયાન સુત્રો દ્વારા માહિતી મળી રહી છે કે ઝડપાયેલા શખ્સો કુકમા ગામમાં રહેતા એક રહીશને આ રૂપિયા આપવા જવાના હતા. જાણવા મળી રહ્યું છે કે, તેઓ 5 હજારના બદલામાં ભારતીય ચલણની એક લાખ રૂપિયાની નોટ આપવાનો વાયદો કરેલ હતો. જોકે પોલીસે તેમનું કારનામું નિષ્ફળ કર્યું હતું.પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી ભાગી છૂટેલ શખ્સને પકડી પાડવા આગળની વધુ તપાસ હાથ ધરી છે.