ઓનલાઇન નાણાકીય છેતરપીંડીની પુરેપુરી રકમ ફ્રીઝ કરાવી અરજદારને પરત અપાવતી સાયબર ક્રાઇમ સેલ(લોકલ ક્રાઇમ બ્રાન્ચ) પશ્ચિમ કચ્છ ભુજ
શ્રી જે.આર.મોથાલિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા સાયબર ક્રાઇમના ગુન્હા અટકાવવા તથા શોધવા અંગેની સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને,
જે સુચના અનુસંધાને નોડલ અધિકારી અને પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ સાયબર ક્રાઇમ સેલ(એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ-ભુજનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ ભેમાભાઈ ચૌધરી તથા પરબતભાઇ ચૌધરી દ્રારા KYC અપડેટ ફોડ, લોન-લોટરી ફોડ, અનઓથોરાઇઝેડ ટ્રાન્ઝેકશન ફોડ, જોબ ફોડ, શોપીંગ ફ્રોડ, આર્મીના નામે OLX/ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવોમાં પશ્ચિમ-કચ્છ ભુજ જીલ્લા સાયબર સેલ હંમેશા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે.
અરજદારશ્રી સાજીદા ખત્રી રહે. મુંદરા વાળા સાથે થયેલ ફોડની પુરેપુરી રકમ રૂ. ૯૯,૫૪૫/- પરત
અપાવી સરાહનીય કામગીરી કરેલ. આ કામની હકીકત એવી છે કે, અરજદારશ્રીને અજાણ્યા નંબર પરથી ફોન આવેલ
અને જણાવેલ કે, તમારા ક્રેડીટ કાર્ડનું એક્ટીવેશન કરવાનું બાકી છે જેથી અરજદારે પોતાના ક્રેડીટ કાર્ડના નંબર
આપતા સામાવાળાએ જણાવેલ કે તમારૂ ક્રેડિટ કાર્ડ ચાલુ થઇ ગયેલ છે બાદ સામાવાળાએ અરજદારના ક્રેડીટ કાર્ડની
વિડ્રોવલ લિમીટ વધારવાનું કહી બે વખત ઓટીપી મોકલાવેલ જે ઓટીપી અરજદારે સામાવાળાને આપતા
અરજદારના ક્રેડીટ કાર્ડમાંથી અલગ અલગ ટ્રાન્ઝેકશન કરી કુલ્લ રૂ. ૯૯,૫૪૫/- ઉપાડી લીધેલ બાદ અરજદારને
પોતાની સાથે ફ્રોડ થયાનુ જણાઇ આવતા તેઓએ તુરંત જ સાયબર સેલ (એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ-ભુજનો સંપર્ક
કરતાં સાયબર સેલ (એલ.સી.બી.) દ્રારા આ બનાવમાં ભોગબનનારને મદદરૂપ થઇ તાત્કાલીક પત્રવ્યવહાર તથા
ટેકનીકલ રીસોર્સના આધારે અરજદારશ્રીની ગયેલ પુરેપુરી રકમ રૂા. ૯૯,૫૪૫ /- અરજદારશ્રીના અકાઉન્ટમાં પરત
અપાવેલ.
સાવચેતી
- કોઇપણ બેંક/મોબાઇલ કંપની માંથી ફોન કોલ આવે તો કોઇપણ જાતના બેંક અકાઉન્ટ તથા OTP ની માહીતી
શેર કરવી નહી
- કોઇ અજાણ્યા મોબાઇલ નંબરથી ફોન આવેથી મોબાઇલમાં કોઇપણ એપ્લીકેશન (ઉ.દા. Team Viewer, Any Desk) ડાઉનલોડ/ઇન્સ્ટોલ કરવી નહી.
- અજાણી સ્ત્રીના ફોટાવાળી ફેસબુકમાં ફ્રેન્ડ રીકવેસ્ટ એકસેપ્ટ કરવી નહી.
કોઇપણ ચીજવસ્તુની ઓનલાઇન ખરીદી વખતે ઓફીસીયલ વેબસાઇટની ખરાઇ કરીને જ ખરીદી કરવી.
- સસ્તા સોનાના નામે ઇન્ડીયા માર્ટમાં જાહેરાત આવે તો લાલચમાં આવવું નહી.
- અજાણ્યા મોબાઇલ નંબર પરથી આવેલ કોઇપણ જાતની લીંક ઓપન કરવી નહી.
- જયારે કોઇપણ મિત્ર તેના ફેસબુક મેસેન્જર દ્વારા રૂપીયાની માંગણી કરે તો તે મિત્રની ઓળખ કરી તેના મોબાઇલ નંબર પર તેની ખરાઇ કરવી.
ભોગબનનારે કરવાની કાર્યવાહી
- તમો ઓનલાઇન ફ્રોડનો ભોગ બનો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર – ૧૯૩૦ પર કોલ કરવો.
તેમજ નજીકના પોલીસ સ્ટેશન/સાયબર સેલ શાખાનો સંપર્ક કરવો અને તમારા ફ્રોડ થયેલ બેંક ખાતાની સંપર્ણ
વિગતો આપવી.