ગાંધીધામ શહેરના આંગડિયા પેઢીના વેપારીના અપહરણ થયાના કેસમાં આરોપી ઈશમોના નિયમિત જામીન મંજૂર
સૂત્રો જણાવી રહ્યા છે ગાંધીધામ શહેરના આંગડિયા પેઢીના સંચાલક એવા વેપારીના અપહરણ થયાના કેસમાં આરોપી ઈશમોના નિયમિત જામીન મંજૂર થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ શહેરના કેતન કાકરેચાની ચાર અજાણ્યા ઈશમોએ હથિયાર બતાવી કારમાં અપહરણ કરી લીધા હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે પોલીસે ત્રણ આરોપી ઈશમોની અટક કરી અને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતા. બાદમાં બે આરોપીએ અહીંની અધીક સેશન્સ જજની કોર્ટમાં નિયમિત જામીન મેળવવા અરજી કરતાં કોર્ટે અરજી મંજૂર કરી હતી.