વર્ધમાનનગર બસ સ્ટેશન નજીક થયેલ ઝગડો પોલીસ સ્ટેશનના ચોપડે ચડ્યો

copy image

copy image

  બે દિવસ પૂર્વે વર્ધમાનનગર બસ સ્ટેશન નજીક થયેલ ઝગડા અંગે માર મારવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવામાં આવેલ છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવના ફરિયાદી એવા અનિલકુમાર બેચર મારૂને આરોપી ઈશમોએ હથિયારથી મારવાની ધમકી આપી ઉપરાંત ધોકા વડે પીઠમાં માર મારી ઇજા પહોંચાડી હોવાનું જણાવાયું છે. આ મામલે પોલીસે આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.