40 લિટર શંકાસ્પદ ડિઝલના જથ્થા સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા
40 લિટર શંકાસ્પદ ડિઝલના જથ્થા સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર સામખિયાળી-મોરબી ધોરીમાર્ગ પાસે આવેલ એક હોટેલ પાછળથી રૂા. 3680ના ડીઝલ સાથે બે ઈશમોને પોલીસે સકંજામાં લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ સામખિયાળી-મોરબી ધોરીમાર્ગ નજીક આવેલ રામદેવ હોટેલ પાછળ પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન રૂા. 3680નું 40 લિટર ડીઝલ મળી આવેલ હતું. ડીઝલ સાથે મળી આવેલ શખ્સો પાસે આ અંગે આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યા ન કથા. તેથી પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.