ભુજ તાલુકાના હરીપર નજીક આવેલા ફિલ્ડ બટ ઉપર આર્મ્સ ફાયરિંગ પ્રેકટીસ યોજાશે
ભુજ તાલુકાના હરીપર નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ ૦4 ઉપર (52 Med Regt), Bhuj દ્વારા તારીખ 28/02/2024 ને ૨૯/૦૨/૨૦૨૪ના 79 Medium Regiment ના તાબા હેઠળની આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટીસ યોજવામાં આવનારી છે.
જેથી આ સ્થળ ખાતે આવેલી ફાયરિંગ રેન્જમાં કોઈપણ વ્યક્તિઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઈપણ વ્યક્તિ ઉપરોક્ત ફાયરિંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યક્તિને કે ઢોરોને કોઈ નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે તેમ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.