ગાંધીધામ ખાતે આવેલ જવાહરનગર નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં આધેડ મહિલાનું ઘટનાસ્થળે જ મોત
ગાંધીધામ ખાતે આવેલ જવાહરનગર નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બાયા કરશન રબારી નામના આધેડ મહિલાને ટેન્કરે હડફેટે લેતાં ઘટનાસ્થળે જ તેમનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા.24/2ના સવારના અરસામાં બન્યો હતો. મૃતક આધેડ મહિલા કોઈ કામ અર્થે બહાર ગયેલ હતા અને જવાહરનગર ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ પર માર્ગ ઓળંગી રહ્યા હતા, તે દરમ્યાન પૂરપાટ આવતા ટેન્કરના ચાલકે આ મહિલાને હડફેટમાં લેતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. પોલીસે ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.