ભચાઉ-ગાંધીધામ ધોરીમાર્ગ પર રાધે વેબ્રિજની સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં યુવાનનું મોત
ભચાઉ-ગાંધીધામ ધોરીમાર્ગ પર રાધે વેબ્રિજની સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં યુવાનનું મોત નીપજયું હતું. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ બનાવ ગત તા. 25/2ના રોજ બન્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ હરિરામ ઉર્ફે હરેશ પરમાર નામનો યુવાન માર્ગ ઓળંગી રહ્યો હતો તે દરમ્યાન કોઈ અજાણ્યા વાહને તેને હડફેટે લેતાં આ યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. ગંભીર રીતે ઘાયલ આ યુવાનને સારવાર પ્રથમ રામબાગ અને બાદમાં ત્યાંથી વધુ સારવાર અર્થે ભુજ લઈ અવાતાં રસ્તામાં જ યુવાનનું મોત થયું હતું. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.