રોયલ્ટી વિનાનું માટી-પથ્થર ભરેલ ડમ્પર પોલીસે ઝડપ્યું
નરા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,હરોડા ગામના સીમ વિસ્તારમાં એક આઈવા ડમ્પરમાં જી.એસ.બી(માટી-પથ્થર મિક્ષ) ભરેલા છે જેમની રોયલ્ટી નથી. મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળા સ્થળ પર કાર્યવાહી હાથ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ હાથ ધરવામાં આવેલ ક્ર્યવાહી દરમ્યાન ટાટા કંપનીનું આઈવા ડમ્પર ટ્રક મળી આવેલ હતું જેથી તેને ઊભું રખાવી તેની તપાસ હાથ ધરવામાં આવતા તેમાંથી માટી- પથ્થર નીકળી પડ્યા હતા. આ જથ્થા અંગે ટ્રકના ચાલકને પૂછપરછ કરવામાં આવતા તે આધાર પુરાવા રજૂ કરી શક્યો ન હતો. જેથી વાહન ડીટેઈન કરી ખાણ-ખનીજને જાણ કરવામાં આવેલ છે.આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.