કાળા ગુંદની આડમાં આયાત કરવામાં આવેલ દોઢ કરોડની કિંમતનો 27.81 મે ટન સોપારીનો જથ્થો ઝડપાયો

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, મુંદ્રા બંદરેથી કાળા ગુંદની આડમાં આયાત કરવામાં આવેલ દોઢ કરોડની કિંમતનો 27.81 મે ટન સોપારીનો જથ્થો ઝડપાયો હતો. મળેલ માહિતી અનુસાર છેલ્લા એકાદ વર્ષથી અહીથી સોપારી, બેઝઓઈલ, એમએચઓ, કેરોસીન, ડીઝલ જેવા જથ્થાઓનો ખુલાસો થઈ રહ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મુન્દ્રા પોર્ટના કસ્ટમ હાઉસમાંથી સત્તાવાર જાહેર કરવામાં આવેલ વિગત અનુસાર મુંબઈ સ્થિત પેઢીએ ઉપરોક્ત જથ્થો આયાત કરેલ સાથે ટૂંકા ગાળામાં કસ્ટમે 10.38 કરોડનો 172.39 મે ટન સોપારીનો જથ્થો હસ્તગત કરેલ હોવાનું તેમજ આ વર્ષમાં તેનો આંક પંદર કરોડને આંબી ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, હાલમાં થયેલ 15 કરોડના સોપારી કાંડમાં લાંચ મુદ્દે જિલ્લા પોલીસ દ્વારા ચાર પોલીસકર્મીઓ ફરજ મોકૂફ કરવામાં આવેલ હતા ઉપરાંત બે વચેટિયા સહિત કુલ નવ લોકોની અટક કરવામાં આવેલ હતી.