હિંમતનગરના સિવિલ હોસ્પીટલમાંથી ચોરાયેલી એમ્બ્યુલન્સ અમદાવાદમાથી મળી આવી

copy image

copy image

 સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, હિંમતનગરના સિવિલ હોસ્પીટલમાંથી ચોરાયેલી એમ્બ્યુલન્સ અમદાવાદમાથી મળી આવેલ છે. આ મામલે પ્રાપ્ત થઈ વિગતો મુજબ સાબરકાંઠાના વડામથક હિંમતનગરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાંથી ધોળા દિવસે એમ્બ્યુલન્સની ચોરી થઈ હતી.જાણવા મળી રહ્યું છે કે, પાર્ક કરેલ એમ્બ્યુલન્સની ધોળા દિવસે કોઈ ચોર ઈશમ તસ્કરી કરી ફરાર થઈ ગયો હતો. એમ્બ્યુલન્સની ચોરી થઈ હોવાનું સામે આવતા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી હતી. એમ્બ્યુલન્સની ચોરીના ત્રીજા દિવસે અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાંથી આ એમ્બ્યુલન્સ મળી આવેલ છે. જાણવા મળી રહ્યું છે કે, પોલીસે GPSની મદદથી એમ્બ્યુલન્સને શોધી કાઢી હતી.હાથ ધરવામાં આવેલ કાર્યવાહીમાં પોલીસે આરોપી સખ્સને પણ સકંજામાં લીધો હતો. આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.