ગાંધીધામમાં ડોક્ટર બન્યો ઓનલાઈન ઠગાઈનો શિકાર : 5 હજારનો રીવોર્ડ મેળવવા જતાં 50 હજાર સેરવાઈ ગયા

copy image

copy image

વધુ એક શખ્સ બન્યો ઓનલાઈન ઠગાઈનો શિકાર. જાણવા મળી રહ્યું છે કે, ગાંધીધામમાં એક ડોક્ટર સાથે 50 હજાર ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ઠગાઈના બનાવ અંગે હિતેશભાઈ જયંતીલાલ શાહ દ્વારા ગાંધીધામના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર આરોપી શખ્સ દ્વારા ગત 11/1ના સાંજના 5244 નો રિવોર્ડ મળ્યો હોવાનો મેસેજ કરવામાં આવેલ હતો. જેમાં લીંક ખોલતા ફરિયાદીના ખાતામાંથી 50 હજાર સેરવાઈ ગયા હતા. આ બનવા અંગે સાઈબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.