11 હજારની રોકડ સાથે પાંચ જુગારપ્રેમીઓને ઝડપી પાડતી રાજકોટ એ ડીવીઝન પોલીસ

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલ વિજય પ્લોટમાં રૂપિયાની હારજીતનો જુગાર રમતા પાંચ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજકોટ એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલ વિજય પ્લોટમાં જાહેરમાં રૂપિયાની રમત રમતા પાંચ જુગારપ્રેમીઓને પોલીસે 11240ની રોકડ સાથે ઝડપી લીધા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.