છેલ્લા નવ મહિનાથી ચકચારી આંગડીયા પેઢી લુંટના ગુનામાં નાસ્તો ફરતો આરોપી પકડી પાડતી ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ

મે.પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ જીલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.દવે ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સ્ટાફ નાં માણસોને નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા ટીમ બનાવી સતત માર્ગદર્શન તથા સુચના આપેલ હોય જે અન્વયે ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટાફના માણસોને હ્યુમન ઈન્ટેલીજન્સ તથા ટેકનીકલ એનાલીસીસથી મળેલ બાતમી આધારે મીઠીરોહર પુલ પાસે ગાંધીધામ ખાતેથી નાસ્તો ફરતો આરોપી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપી:-

જુણસ ઇસ્માઇલ સોઢા ઉ.વ.૨૦ રહે.મીઠીરોહર સોઢા ફળીયુ સરકારી સ્કુલની પાસે ગાંધીધામ

ઉપરોક્ત આરોપી નીચે મુજબના ગુનામાં નાસ્તો ફરતો છે.

ગાંધીધામ એ-ડિવી.પો.સ્ટે. એ.ગુ.ર.નં.૧૧૯૯૩૦૦૬૨૩૦૫૨૧/૨૦૨૩ ઈ.પી.કો.કલમ-૩૯૨, ૩૯૭,૧૨૦ (બી),૩૪ તથા આર્મસ એક્ટ ૬.૨૫(૧-બી) (એ) તથા જી.પી.એડટ-૧૩૫ મુજબ .

ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.દવે નાઓની સુચનાથી ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે.