ભચાઉ તાલુકાનાં સામખિયાળી ખાતે કિન્નરો પર કરવામાં આવેલ હુમલામાં સામેલ આરોપીઓની અટક કરવા માંગ ઉઠી
ભચાઉ તાલુકાનાં સામખિયાળી ખાતે કિન્નરો પર કરવામાં આવેલ હુમલામાં સામેલ આરોપીઓની અટક કરવા માંગ કરવામાં આવી છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ મળેલ માહીત અનુસાર ભચાઉ તાલુકાનાં સામખિયાળી ટોલનાકા પર બે ગાડીમાં આવેલા ઈશમોએ કિન્નરો ઉપર હુમલો કરેલ હતો. જાણવા મળી રહ્યું છે કે, પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કર્યા હતા, જેના પરથી આરોપીને ઓળખી શકાય છે. આ બનાવ અંગે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી ઉપરાંત આરોપીઓને વહેલી તકે પકડવામાં આવે તેવી માન સામે આવી રહી છે.