ભાવનગરમાં સામે આવ્યો ચોંકાવનાર બનાવ : પાંચ વર્ષીય માસૂમ બાળકીને બનાવી શિકાર

copy image

copy image

 ભવનગરમાં રુવાંડા ઊભા કરી દેનારો બનાવ સામે આવી રહ્યો છે. પાપીઓનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે ત્યારે સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ભાવનગરમાં 5 વર્ષની માસુમ બાળકી સાથે એક શખ્સે દુષ્કર્મ આચારતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ ચોંકાવનાર બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભાવનગરનાં રાણીકા વિસ્તારમાં જુના કુંભારવાડામાં રહેતા આરોપી શખ્સે આ જ વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકીને લલચાવી-ફોસલાવી પોતાના ઘરે લઇ ગયો હતો અને બાળા સાથે દુષ્કર્મ આચર્યુ હતું.આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે નોંધાવેલ ફરિયાદના આધારે આરોપી શખ્સને ઝડપી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.