ગોંડલ નજીકથી દારૂ ભરેલ કાર ઝડપાઈ : વિદેશી દારુની 311 બોટલ કબ્જે
copy image

ગોંડલ નજીક સુરેશ્રવર રોડ પરથી દારૂ ભરેલ કારને પોલીસે ઝડપી લીધી છે. જાણવા મળી રહ્યું છે કે, આ કારમાથી 1,41,100ની કિંમત નો 311 બોટલ વિદેશી દારુનો જથ્થો કબ્જે કરાયો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિત અનુસાર રુરલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન વાછરા રોડ પર સ્વિફટ કાર શંકાસ્પદ હાલતમાં પુરપાટ વેગે પસાર થતા રુરલ ક્રાઇમ બ્રાંચે તેને રોકવા પ્રયાસ કરેલ હતો જેથી કાર રોકવામાં ન આવતા પોલીસે આ કારનો પીછો કાર્યો હતો. કારના ચાલકે કાર સુરેશ્રવર મહાદેવ રોડ તરફ લઈ જઈ સ્કુલ પાછળ કાર રેઢી મુકી અને અંધારનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. પોલીસે આ કારની તપાસ કરતાં તેમાંથી દારૂ નીકળી પડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી નાસી છૂટેલ આરોપી શખ્સને ઝડપી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.