બી.પી.એલ. કાર્ડ હોઈ અને ૦-૨૦ નો સ્કોર ન ધરાવતા હોઈ તેવા બી.પી.એલ ધારકોને વૃધ્ધ પેન્શનનો લાભ આપવા રાજયના મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત 

જય ભારત સહ ઉપરોક્ત વિષય અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે સરકારશ્રી દ્વારા ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ નોધાયેલ (બી.પી.એલ) લાભાર્થીઓ જેમની ઉમર ૬૦ વર્ષ કે તેથી વધુ હોઈ તેવા વૃધ્ધ લોકોને સરકાર દ્વારા દર મહિને ૧૦૦૦ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી રહી હોઈ જેમાં નિયમોઅનુસાર સદર યોજનાનો લાભ મેળવવા માટે બી.પી.એલ.સ્કોર ૦ થી ૨૦ હોવો ફરજિયાત છે પરંતુ હજુ ઘણા એવા ગરીબી રેખા હેઠળ જીવતા બી.પી.એલ ધારકો છે પરંતુ ૦-૨૦ ના સ્કોરમાં સમાવેશ નથી જેથી આ યોજનાનો લાભ મળતો નથી જેથી જે હકીકતમાં ગરીબી રેખા નીચે ગુજરાન ચલાવતા લોકો આ યોજનાના લાભ થી વંચિત રહી જતાં હોઈ માટે બી.પી.એલ કાર્ડ ધરાવતા હોઈ પરંતુ ૦-૨૦ ના સ્કોરમાં નામ ન હોય તેવા ગરીબ લોકોને પણ આ યોજનાનો લાભ મળી રહે તે હેતુસર ગરીબ લોકોના હિતાર્થે કાર્યવાહી કરવા મારી આપશ્રીને ખાસ ભલામણ થાય છે. ..

નકલ રવાના :- સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા સારું

(૧) મહામહિમ રાજયપાલ સાહેબશ્રી ગુજરાત રાજય ગાંધીનગર સત્વરે કાર્યવાહી કરવા સારું…

(૨) માન. અમિતભાઈ ચાવડા સાહેબ (માન.વિપક્ષી નેતાશ્રી ગુજરાત વિધાનસભા) સત્વરે સરકારશ્રી સમક્ષ રજુઆત કરવા સારું,

(૩) માન.મુખ્ય સચિવશ્રી ગુજરાત સરકાર ગાંધીનગર સત્વરે કાર્યવાહી કરવા સારું…..

(૪) કરછ કલેક્ટર શ્રી (જીલ્લા સેવા સદન) ભુજ-કરછ,સત્વરે કાર્યવાહી કરવા સારું…