રાપર તેમજ ભચાઉ તાલુકામાં થયેલ કમોસમી વરસાદના લીધે ખેડુતોને થયેલ નુકશાની અંગેનું પુરતું વળતર આપવા અંગે રાજયના મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત 

જય ભારત સહ ઉપરોક્ત વિષય અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે તા.૦૨-૦૩-૨૦૨૪ ના રોજ વરસાદ થયેલ છે જેના લીધે સમગ્ર મારા મતવિસ્તાર હેઠળના રાપર અને ભચાઉમાં જગત ના તાત એવા ખેડૂતોને તેમની ખેતીમાં મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે તેમજ ખેતરમાં લહેરાત રવિ પાકો જેવા કે રાયડો, ઘઉં, ઈસગુલ જેવા વગેરે પાકોમાં લાખોનું નુકશાન થયેલ છે જેના કારણે ખેડુતોની રાત-દિવસની કાળી મહેનત પર પાણી ફરી વળ્યું હોઈ જેના લીધે ખેડુતો પર માતમ જેવો માહોલ સર્જાઈ ગયો છે. તેમજ મોટા પ્રમાણમા નુકસાની થયેલ હોઈ માટે ખેતી પ્રધાન દેશમાં ખેડુત હિતને ધ્યાને રાખી તાત્કાલીક ધોરણે પૂરતા પ્રમાણમાં વળતર આપી રાહત આપવા સમગ્ર ખેડૂતો વતી મારી ખાસ માંગણી થાય છે.

  • (નકલ રવાના :- સત્વરે લોકોના હિતાર્થે કાર્યવાહી કરવા સારું….) *

(૧) મહામહિમ રાજયપાલ સાહેબશ્રી ગુજરાત રાજય ગાંધીનગર સત્વરે કાર્યવાહી કરવા સાર…

(૨) માન. રાધવજીભાઈ પટેલ સાહેબ (માન કૃષિ મંત્રીથી ગુજરાત રાજય) સત્વરે કાર્યવાહી કરવા સા…

(૩) માન અમિતભાઈ ચાવડા સાહેબ (ભાત વિપતી તેનાથી ગુree Balasual st SS 12TH HILI

(૪) માન. મુખ્ય સચિવશ્રી ગુજરાત સરકાર ગાંધીનગર સત્વરે કાર્યવાહી કરવા મe righ

(૫) કચ્છ કલેક્ટર શ્રી (00લ્લા સેવા સદન) ભુજ-કચ્છ સત્વરે કાર્યવાલી કરવા સારું….