કચ્છની સતત ધ્રૂજતી ધરામાં વધુ એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો
કચ્છની ધરા સતત ધ્રૂજતી રહે છે ત્યારે વધુ એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે ત્યારે, સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વધુ એક ભૂકંપનો 3.2ની તિવ્રતા ધરાવતો આફ્ટર શોક આજે વહેલી પરોઢે અનુભવાયો છે. જાણવા મળી રહ્યું છે કે, ભુજ ખાતે આવેલ ખરોડની ઉત્તર દિશાએ રણ કાંધી તરફ કેન્દ્ર બિંદુ ધરવતા આંચકાની અસર સ્થાનિકે વર્તાઈ ના હતી પરંતુ લગાતાર આવતા આંચકાઓની ખબરથી લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ કચ્છ જિલ્લામાં એક સપ્તાહના સમયગાળામાં આજે બીજો આંચકો નોંધાયો છે.