અંબાણી બર્થ-ડે ઓફર માટે ફ્રી રીચાર્જના મેસેજથી સાવધાન : લિન્ક દ્વારા છેતરપિંડી થવાના કિસ્સા આવી રહ્યા છે સામે
સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, હાલમાં સોશિયલ મીડિયામા મુકેશ અંબાણી બર્થ-ડે ઓફર જીઓ કંપની તમને 28 દિવસનો રૂા. 239નો ફ્રી રિચાર્જની ઓફરનો મેસેજ ફરી રહ્યો છે,જેના દ્વારા છેતરપીંડીના કિસ્સા સામે આવી રહ્યા છે. હાલમાં સોસિયલ મીડિયામાં જીઓના ભારતીય ગ્રાહકોને જીઓના માલિક મુકેશ અંબાણીના જન્મ દિવસને અંગે ઓફર માટે newphoneoffer.com લિંક પર કિલક કરવા અંગેના મેસેજ વાઈરલ થઈ રહ્યા છે. જેમાં છેતરામણા હોવાથી તે અંગે સાવધાન રહેવા પોલીસે અપીલ કરી છે.