અબડાસા ખાતે આવેલ નલિયામાં ભારે પવનના લીધે લોખંડના બેરિકેડ પણ થયા ધ્વસ્ત

copy image

copy image

અબડાસા ખાતે આવેલ નલિયામાં વીર અબડા અડભંગ સર્કલ નજીક અવાર નવાર અકસ્માતતો સર્જાય છે, જેને લઈને લોકોમાં ભારે ભાઇનો માહોલ જોવા મળી રહ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, લોકો દ્વારા કરવામાં આવતી વારંવાર રજૂઆતને લઈને તંત્ર દ્વારા બેરિકેડ રાખવામાં આવેલ છે. જોકે હાલ અહીં ભારે પવનના લીધે લોખંડના અ। બેરિકેડ પણ ધ્વસ્ત બની ચૂક્યા છે. જેના કારણે રાત્રિના સમયે માર્ગ પર આડા પડેલા બેરીકેડ વાહન ચાલકોને ધ્યાને ન ચડતા અકસ્માતની સંભાવનાઓ વધી જાય છે. જેથી આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.