સામખીયાળી ખાતે આવેલ જંગી રોડ પર કરિયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા 3 લાખનું નુકશાન

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, સામખીયાળી ખાતે આવેલ જંગી રોડ પર કરિયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતાં તમામ સામાન બળીને ભશ્મ થયો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ સામખિયાળીમાં જંગી રોડ પર ગફુરભાઈ રમજાન સુમરા નામના વ્યક્તિની કરિયાણાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગનીજ્વાળાઓ ફાટી નીકળતા દુકાનમાં રહેલા બે ફ્રિજ અને દુકાનના તમામ ફર્નિચર તથા કરિયાણું બળીને ખાખ થયા હતા. જાણવા મળી રહ્યું છે કે, આ આગના બનાવમાં અંદાજે ત્રણ લાખ જેવું નુકસાન થયું હતું.