ભુજના ભાનુશાલી નગરમાં રહેતા 90 વર્ષીય વૃદ્ધાનું દાઝી જવાથી મોત

copy image

copy image

ભુજના ભાનુશાલી નગરમાં રહેતા 90 વર્ષીય વૃદ્ધાનું દાઝી જવાના કારણે મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ બનાવ ગત તા.24/02ના બન્યો હતો. ભુજ શહેરના ભાનુશાલી નગરમાં રહેતા આ વૃદ્ધા ભગવાનનો દીવો કરી રહ્યા હતા.તે સમયે અચાનક દીવાની જાર હતભાગી વૃદ્ધાના કપડામાં અડી જતા આગને કારણે ગંભીર રીતે દાઝી ગયા હતા.બનાવને પગલે તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા.જ્યા દસ દિવસની સારવાર બાદ તેમનું મોત થયું હતું.