માંડવી તાલુકાનાં ગુંદીયાળીમાં 55 વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો
copy image

માંડવી તાલુકાનાં ગુંદીયાળીમાં 55 વર્ષીય મહિલાએ ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર માંડવી ખાતે આવેલ શેખાઈ બાગ ગુંદીયાળી વાડી વિસ્તારમાં રહેતા 55 વર્ષીય મધુબેન શામજીભાઈ નાકરાણી છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે બીમાર હતા.જેઓએ પોતાની બીમારીના કારણે ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હતું. જાણવા મળી રહ્યું છે કે, આ મહિલાએ ગત દીવસે સવારના અરસામાં પોતાના ઘરે લાકડાની આડીમાં ફાંસો ખાઈ જીવ આપી દીધો હતો. પોલીસે આ અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે.