ઝઘડીયા જી.આઇ.ડી.સી પો.સ્ટે. વિસ્તારમાં શીયાલી ગામે બાંડાબેડા ફળીયામાં આંક ફરકનો જુગાર રમતા આરોપીને કુલ કિં. રૂ. ૧૫,૬૭૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદિપ સિંહ સાહેબ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મયુર ચાવડા સાહેબનાઓ દ્વારા જીલ્લામાં જુગારની અસામાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશથી જુગારની પ્રવૃતિ ઉપર સતત વોચ રાખી જુગાર ઝડપી પાડી અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેક્ટરશ્રી એમ.પી.વાળા એલ.સી.બી. ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ અન્વયે જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન આજ રોજ એમ.એમ.રાઠોડ પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.સી.બી. ભરૂચનાઓની ટીમ ઝઘડીયા જી.આઇ.ડી.સી. પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળેલ કે, “શીયાલી ગામના બાંડાબેડા ફળીયામાં રહેતા પ્રવિણભાઇ વસાવાનાઓ પોતાના ઘરની પાછળ બેસી સટ્ટા બેટીંગના આંક ફરકના આંકડા લખી હાર જીતનો જુગાર રમી રમાડે છે” જે બાતમી આધારે શીયાલી ગામના બાંડાબેડા ફળીયા ખાતે આંક ફરકના જુગાર અંગે સફળ રેઇડ કરી અંગ ઝડતીના રોકડા રૂ. ૧૦,૬૭૦/- તથા આંકડાનું સાહિત્ય તથા સાધનો તથા મોબાઇલ નંગ-૦૧ કિં. રૂ. ૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૧૫,૬૭૦/- ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડી તથા એક આરોપીને વોન્ટેડ જાહેર કરી જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ઝઘડીયા જી.આઇ.ડી.સી. પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) પ્રવિણભાઇ કુમજીભાઇ વસાવા ઉ.વ. ૪૫ રહે, બાંડાબેડા ફળીયું શીયાલી ગામ તા-ઝઘડીયા જી. ભરૂચ.
વોન્ટેડ આરોપી
(૨) કમલેશભાઇ કાંતીભાઇ વસાવા રહે, દરીયા ગામ તા-ઝઘડીયા જી. ભરૂચ.
કબ્જે કરેલ મુદામાલ
(૧) રોકડા રૂપીયા ૧૦,૬૭૦/-
(૨) મોબાઇલ નંગ-૦૧ કી.રૂ. ૫,૦૦૦/-
(૨) આંકડા લખવાની નોટબુક નંગ-૦૧ બોલપેન નંગ- ૦૩, પાટીયુ નંગ-૦૧ તમામની મળી કુલ કિં. રૂ. ૧૫,૬૭૦/- નો મુદ્દામાલ
કામગીરી કરનાર ટીમ
પો.સ.ઇ.શ્રી એમ.એમ.રાઠોડ તથા અ.હે.કો. જયરાજભાઇ, અ.હે.કો. સંજયભાઇ તથા અ.પો.કો. મનહરસિંહ, અ.પો.કો. દિપકભાઇ એલ.સી.બી. ભરૂચનાઓ દ્વારા ટીમવર્કથી કરવામાં આવેલ છે.