ધાણીપાસાના જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નખત્રાણા પોલીસ

મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી.ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણા નાઓએ દારૂ-જુગારના સફળ કેશો શોધી કાઢવા તથા આ બદીને સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ.

જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટાફના કર્મચારીઓ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન પોલીસ ઈન્સપેક્ટર આર.આઈ.સોલંકી સાહેબનાઓને બાતમી હકિકત મળેલ કે કોટડા(જ) ગામે નવાવાસ ખાતે ખુલ્લામાં અમુક વ્યક્તિઓ ધાણી પાસા વડે રૂપીયાનો હારજીતનો જુગાર રમી રહેલ છે તે બાતમી હકીકત આધારે વર્કઆઉટ કરી ટ કરી આરોપીઓને કોર્ડન કરી રોકડ રૂપીયા ૧૭૭૫૦/- તથા ધાણી પાસા નંગ-૨ કિ.રુ.- ૦૦/- એમ કુલ્લે રુ.૧૭૭૫૦/- નો મુદામાલ પકડી પાડી મજકુર ઈસમો વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

  • આરોપીઓના નામ સરનામુ:-

(૧) ધનજી રાણા ભદ્રુ ઉ.વ.૪૦ રહે.કોટડા(જ) તા-નખત્રાણા (૨) દિનેશ ખેતશી કુંવટ ઉ.વ.૪૩ રહે.ટોડિયા તા-નખત્રાણા (૩) ઇબ્રાઈમ ઉંમર જાગોરા ઉ.વ.૪૩ રહે.કોટડા(જ) તા-નખત્રાણા (૪) ઓસમાણ હાસમ ભજીર ઉ.વ.૩૩ રહે.રવાપર તા-નખત્રાણા (૫) મામદ મીઠું ખલીફા ઉ.વ.૪૨ રહે.મથલ તા-નખત્રાણા (૬) ધીરજ ધનજી લોંચા ઉ.વ.૩૩ રહે.કોટડા(જ) તા-નખત્રાણા (૭) હીરજી વાલજી દાફડા ઉ.વ.૫૨ રહે. નાના કાદિયા તા-નખત્રાણા (૮) મામદસફી અદ્રેમાન ચુડાસમા ઉ.વ.-૩૦ બીટા તા.અબડાસા (૯) રફીક ઈશાક કુંભાર ઉ.વ.-૨૭ રહે. મથલ તા.નખત્રાણા

  • કબ્જે કરેલ મુદ્દામાલ:-

રોકડા રૂપિયા ૧૭,૭૫૦/- તથા ધાણી પાસા નંગ-૦૨ કિં.રૂ.૦૦/- એમ કુલ્લે રુ.૧૭,૭૫૦/- રૂપિયા નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-

ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ. શ્રી આર.આઈ. સોલંકી તથા એ.એસ.આઇ વિકેશભાઈ રાઠવા તથા પો.હેડ.કોન્સ. નિકુંજદાન ગઢવી તથા તથા પો.કોન્સ. વનરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ. લાખાભાઈ રબારી તથા પો.કોન્સ. વિપુલભાઈ ચૌધરી તથા પો.કોન્સ. જખુભાઈ ધાંધુકિયા તથા પો.હેડ કોન્સ. રાજુબેન રબારી એ રીતેના પોલીસ સ્ટાફના માણસો જોડાઇ સફળ કામગીરી કરેલ.