વીજ શોક લાગતાં ભુજના યુવાનનું મોત
copy image

જાણવા મળી રહ્યું છે કે, ભુજના 28 વર્ષીય યુવાન યશ પરેશભાઇ ગોરનું વીજ શોક લાગવાથી મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વીજ કંપનીમાં કામ કરતા ભુજના આ યુવાન સાથે ગત દિવસે સાંજના સમયે આ બનાવ બન્યો હતો. જાણવા મળી રહ્યું છે કે આ યુવાન હાજીપીરની દરગાહ સામે આવેલી ડી.પી.ની ચકાસણી અર્થે ગયેલ હતો. તે ટ્રાન્સફોર્મરની તપાસ કરી રહ્યો હતો તે દરમ્યાન અચાનક વીજળીનો જોરદાર શોક લાગતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ સારવાર મળ્યા પહેલા જ આ યુવાનનું મોત થયું હતું. પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.