ગાંધીધામના શિપિંગ ઉદ્યોગકાર સાથે 1.50 કરોડની ઠગાઈ
copy image

છેતરપીંડીના વધતા બનાવો વચ્ચે ગાંધીધામના શિપિંગ ઉદ્યોગકાર સાથે બે શખ્સોએ 1.50 કરોડની છેતરપીંડી કરી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા ભારે ચકચાર પ્રસરી છે. પોલીસના સત્તાવાર સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ મામલે ફરીયાદીએ બે આરોપીઓ સામે ફરીયાદ દર્જ કરાવેલ છે. શિપિંગ ઉદ્યોગકર સાથે છેતરપીંડીનો આ બનાવ ગત તા. 29.11.2021થી 8.8.20216નાઅરસામાં પાંચ વર્ષના ગાળામાં બન્યો હતો. પોલીસે ફરીયાદને ટાંકીને માહિતી આપતા કહ્યું હતું કે બન્ને આરોપીઓએ આશુતોષ મરીન શિપિંગ કંપની ચલાવતા ફરીયાદીને મળ્યા હતાં. આરોપીઓએ ક્રેપમાં ભાગીદારી કરવાની ઓફર આપી હતી . અને તેમાંથી મોટો નફો થશે તેવી ખાત્રી આપી હતી. આરોપીઓએ સાઉદી અરેબીયામાં ક્રેપનો માલ જોવા બોલાવ્યા હતા. ફરીયાદી કતાર ગયા હતા ત્યાં બ્રાસ ક્રેપ ભારત મંગાવી તેનેવેચવા માટે જણાવ્યું હતું. 2018માં નાણાની સગવડ ન હોઈ માલ મંગાવ્યો ન હતો. 2019માં 80 લાખો માલ મંગાવ્યો હતો તેમાં નફો કે મુડી આવી ન હતી. ત્યાર બાદ બીજી વખત માલ મંગાવ્યો તેમાં વધુ કોઈ નફો થયો નહીં . અગાઉના પૈસાની માંગણી કરી તો આરોપીઓને થોડા સમયમાં ચુકવી આપવા જણાવ્યું હતું. ત્યાર બાદઆરોપીઓએ 1 કરોડની માંગ કરી હતી. આરોપી મુંબઈ આવ્યા હતા ત્યારે તેને ફરીયાદીએ 44 લાખ આપ્યા હતા. ત્યાર બાદ 26 લાખની માંગણી કરી હતી. 2025માં ફરીયાદીએસાઉદી અરેબીયા ખાતે ફરીયાદીના સાળા આરોપીઓને મળ્યા હતા અને 1.50 કરોડ પરત આપવાની માંગ કરી હતી. જે તે સમયે 31 માર્ચ 2026 સુધી પૈસા પરત આપી દેશું તેવી ખાત્રી આપી હતી. ચેક મોકલવાના પણ વાયદા કર્યા હતા પંરતુ કોઈ ચેક મોકલ્યો ન હતો. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.