ભુજમાં 80 વર્ષીય વૃદ્ધ મૃત હાલતમાં મળી આવ્યા
copy image

ભુજમાં 80 વર્ષીય વૃદ્ધ મૃત હાલતમાં મળી આવતા તપાસનો સિલસિલો શરૂ થયો હતો. આ મામલે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ગત દિવસે ભુજ શહેરના જિલ્લા ઉદ્યોગ સર્કલથી લઇરિલાયન્સ સર્કલ વચ્ચે માર્ગની સાઇડમાં બાવળની ઝાડી વચ્ચે અંદાજે 80 વર્ષીય વૃદ્ધ મૃત હાલતમાં મળી આવેલ હતા. જાણવા મળી રહ્યું છે કે, મૃતકના શરીરે કોઇ ઇજાના નિશાન મળ્યા નથી. આ વૃદ્ધ ભિક્ષુક અથવા માનસિક રીતે અસ્વસ્થ હોવાની હાલમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે આ મામલે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.