શ્રીમતી ભાનુબેન બાબરીયા, માન.મંત્રીશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગનાં વરદ હસ્તે Smart ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન Paperless CAD સિસ્ટમનું લોકાર્પણ
૧૮૧ હેલ્પલાઈન પર કરવામાં આવતા કોલ્સને પ્રતિસાદ આપવા માટે ૨૪ કલાક રીસ્પોન્સ સેન્ટર કાર્યરત રાખવામાં આવે છે અને સલાહ, બચાવ, કાઉન્સીલીંગની સેવાઓ અવિરત પૂરી પાડવામાં આવે છે. આ યોજનાના પ્રારંભથી યોજના માટેના રિસ્પોન્સ સેન્ટરમાં જરૂરી સંસાધનો, ટેકનોલોજી અને અન્ય સંલગ્ન ઘટકોનું વ્યવસ્થાપન ૧૦૮ સેવામાંથી Leverage કરવામાં આવેલ હતા. હાલમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન હેઠળ રેસ્કયુવાનમાં થતી પેપરવર્કની તમામ કામગીરી મેન્યુઅલી કરવામાં આવે છે, પરંતુ ૧૦૮ સેવાની જેમ હાલમાં અમલીકૃત પેપરલેસ કામગીરી મુજબ જ ૧૮૧ અભયમ સેવામાં પીડિત મહિલાનો ફક્ત કોલ મળ્યેથી તમામ કામગીરી પેપરલેસ કરી દેવાથી વધુ સરળ, કાર્યક્ષમ અને અસરકારકરીતે ઓપરેશન તેમજ ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરની જરૂરિયાત હતી. આમ, કામગીરીની વ્યાપકતા, ભારણને ધ્યાને લઇ ૧૮૧ અભયમ હેલ્પલાઈનની કામગીરીમાં સરળતા અને સુગમતા લાવવા માટે ૮ જૂની થયેલ ટેકનોલોજી અપગ્રેડેશનની આવશ્યકતાને ધ્યાને રાખીને હાલમાં ૧૦૮ સેવા સહીતની અન્ય મહત્વની ફ્લેગશીપ સેવાઓ જેવી કે ખીલખીલાટ, ૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સ, ૧૧૨ ERSS, વગેરે જેવા મહત્વના ઈમરજન્સી સેવામાં CADસિસ્ટમ Paperless operation ઓપરેશનની વ્યવસ્થા કાર્યાન્વિત છે, જેના થકી લાભાર્થીની ચોક્કસ માહિતી અને ઝડપી કામગીરી કરી શકાય છે.
૧૮૧ મહિલા હેલ્પલાઈનના રિસ્પોન્સ સેન્ટરનું CAD સિસ્ટમનું માળખું અપગ્રેડ કરી અદ્યતન Paperless CAD system કાર્યાન્વિત કરવાથી ડિજિટલ દસ્તાવેજોની સાચવણી થઇ શકશે અને જૂની માહિતીની જરૂરીયાતનાં સમયે પાછલા વર્ષોની માહિતી પણ ઉપલબ્ધ રહેશે, સચવાઈ રહેલ માહિતીની વિશ્વસનીયતા જળવાઈ રહેશે. ડેટાનું આપમેળે બેકઅપ થઈ શકશે, કામગીરીના રેકોર્ડ રજીસ્ટર માટે સ્ટેશનરીની બચત થશે, રીયલ ટાઈમ ટ્રેકિંગ અને મોનીટરીંગ વધુ સુગમ બનશે, રિસ્પોન્સ સેન્ટરમાં કાર્યાન્વિત અદ્યતન ટેકનોલોજી અને લોકેશન બેઇઝ સર્વિસ (LBS)થી સુસજ્જ એવી CAD Application થકી સેવા માટે કોલ કરનારનું Automaticallyલોકેશન પ્રાપ્ત થઈ જવાથી સમયનો બચાવ થશે અને સ્થળ પર ઝડપથી રેસ્કયુવાનને પહોચવા માટે ઘટના સ્થળની સઘળી માહિતી ડિજિટલી સ્વરૂપે વાનના સ્માર્ટ ફોનમાં રિસ્પોન્સ સેન્ટરથી મદદ માટે મોકલી શકાશે. કાઉન્સિલર દ્વારા પીડિત મહિલાને ઘટના સ્થળ પર પૂરી પાડેલ મદદની માહિતીનો રીપોર્ટ મોબાઈલ ફોનમાં એન્ટ્રી કરવાથી કેસ પૂર્ણ થતાં ત્વરિત મળી જશે. જીલ્લાવાર પીડિતાના નોંધાતા કોલ્સનું ચોક્કસ લેટ-લોંગ સાથે માહિતી પૃથક્કરણ માટે ઉપલબ્ધ થશે જેના આધારે ભવિષ્યમાં પ્રિવેન્ટીવ નીતિવિષયક પગલાઓ લેવા માટેનો અદ્યતન ડેટાબેઝ ઉપલબ્ધ થશે. ઘટનાસ્થળ અને પીડિત મહિલાના કેસનો યુનિક આઈડી સાથેનો સચોટ અને ચોક્કસ માહિતી સાથેનો ડેટા ઉપલબ્ધ થશે.
વધુમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન હેઠળ કરવામાં આવતી કામગીરીની માહિતી નિયમિતરીતે CM Dash Board પર પણ રીયલટાઈમ ડિજિટલ ડેટા સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાશે.
સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનના રિસ્પોન્સ સેન્ટરના અદ્યતન CAD સિસ્ટમના માળખા સાથે અભયમ રેસક્યું વાનને જોડીને Paperless CAD system સાથેની કાર્યપ્રણાલી સહિત ડિજિટલ દસ્તાવેજોની સાચવણીકરવાની ટેક્નોલૉજીસભર પહેલ કરનાર પ્રથમ રાજ્ય બનશે.