મુન્દ્રા તાલુકાના ૧૨ પ્રાથમિક શાળા મધ્યાહન ભોજન સંચાલકોની તદન હંગામી જગ્યા માટે અરજીઓ મંગાવાઈ

 મુન્દ્રા તાલુકામાં ફાચરિયા પ્રા. શાળા કેન્દ્ર નંબર ૨૦વાઘુરા પ્રા. શાળા કેન્દ્ર નંબર ૨૧પાવાડીયારા પ્રા. શાળા કેન્દ્ર નંબર ૨૬કૂકડસર પ્રા. શાળા કેન્દ્ર નંબર ૩૦સમાઘોઘા કન્યા પ્રા. શાળા કેન્દ્ર નંબર ૬૮બેરાજા પ્રા. શાળા કેન્દ્ર નંબર ૭૪નાનાકપાયા પંજતનપીર પ્રા. શાળા કેન્દ્ર નંબર ૮૧કુવાય પ્રા. શાળા કેન્દ્ર નંબર ૮૭મોટા કાંડાગરા વાડી પ્રા. શાળા કેન્દ્ર નંબર ૯૧હમીરામોરા પ્રા. શાળા કેન્દ્ર નંબર ૨૭ભુજપુર વાકરાઈવાડી પ્રા. શાળા કેન્દ્રા નંબર ૯૨ટોડા પ્રા. શાળા કેન્દ્ર નંબર ૩૪ કેન્દ્રોની પ્રાથમિક શાળાઓમાં વર્ષ-૨૦૨૩-૨૪ના શૈક્ષણિક સત્ર માટે મધ્યાહન ભોજન કેન્દ્ર સંચાલકની જગ્યા તદન હંગામી ધોરણે ઉચ્ચક માનદવેતનથી ભરવાની છે. જે માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. જે માટેનું નિયત અરજી ફોર્મ આ કચેરીમાંથી મેળવી તા.૨૦/૦૩/૨૦૨૪ સુધીમાં મળે તે રીતે રૂબરૂ અથવા ટપાલથી મામલતદાર કચેરીમુન્દ્રા ખાતે  મોકલી આપવાનું રહેશેત્યારબાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. સ્થાનિકવિધવાત્યકતા મહિલાઓને અગ્રતા આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાતમાં એસ.એસ.સી.પાસ (જો એસ.એસ.સી.પાસ ઉમેદવાર નહી મળે તો ધોરણ-૭ પાસ ઉમેદવારને રાખવામાં આવશે.) વય મર્યાદા તમામ ઉમેદવાર માટે ૨૦ થી ૬૦ વર્ષની વયમર્યાદા રહેશે. આ અંગેની અન્ય શરતો કચેરીમાંથી રૂબરૂ જાણી શકાશે. અરજી સાથે જોડવાના આધાર-પુરાવા- શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ખરી નકલઉમર અંગેના આધાર-પુરાવા (એલ.સી.)રેશનકાર્ડ/ચૂંટણી ફોટો ઓળખકાર્ડની નકલ/આધાર કાર્ડની નકલ,જાતિ અંગેનું પ્રમાણપત્રતબીબી પ્રમાણપત્રપોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર (ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવા અંગેનું)આવકનો દાખલોત્યકતા/વિધવા હોવા અંગેનો દાખલો  સહિતના આધારો બીડવાના રહેશે તેમ મામલતદાર મુન્દ્રા-કચ્છ દ્વારા જણાવાયું છે.