ઓનલાઇન નાણાકીય છેતરપીંડીમાં અરજદારના કુલ રૂ.૯૯,૯૯૯/- પરત મેળવી ૧૦૦% રીકવરી કરી આપતી સાયબર ક્રાઇમ પોલીસ, પુર્વ કચ્છ-ગાંધીધામ
મે.પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ, ગાંધીધામ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ,ગાંધીધામ જીલ્લામાં ઓનલાઈન સાયબર ક્રાઈમના બનાવોમાં એ.ટી.એમ. ફોડ, લોન-લોટરીફોડ, જોબફોડ, શોપીંગફોડ, આર્મીના નામે OLX/ફેસબુડ એડ માંથી વસ્તુ ખરીદીને લગતા તમામ પ્રકારના સાયબર ફોડના બનાવોમા સાયબર કાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાયછે.
સાયબર કાઈમનો ભોગ બનનારના નાણા જ્યારે ઓનલાઈન છેતરપિંડી થતી હોય છે ત્યારે આવા નાણાને તાત્કાલિક રોકવા તથા ગુના અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સાયબર આશ્વસ્ત પ્રોજેકટ સામાન્ય નાગરીકો માટે શરૂ કરવામાં આવેલ છે. જે હાલ સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ, સી.આઈ.ડી. કાઈમ હસ્તક ચાલુ છે જેમા સાયબર ક્રાઈમનો ભોગ બનનારના નાણા ઓનલાઈન છેતરપિંડિથી ટ્રાન્સફર થઈ જતા હોય છે ત્યારે તેને તાત્કાલિક રોકવાની કામગીરી કરવામાં આવે છે.સાયબર ક્રાઈમના ભોગ બનનાર નાગરીકો સીધીજ પોતાની ફરિયાદ ૧૯૩૦ નંબર ડાયલ કરીને લખાવે છે તેમજ સાથો સાથ જે શંકાસ્પદ બેંક ખાતામાં જે તે નાગરિકના નાણા ગયેલા હોય તે બેંકમાં નાણા ફીઝ કરવામાં આવે છે.
આ અંતર્ગત ઓનલાઈન નાણાકીય છેતરપિંડિનો ભોગ બનનાર અરજદાર ને અજાણ્યા નંબર પરથી કોલ આવતા કેડીટ કાર્ડ અપડેટ કરવા માટે તેમની પાસેથી અરજદારની કેડીટ કાર્ડની વિગત માગી અને કેડીટ કાર્ડનો સી.વી.વી નંબર માંગી ઓનલાઈન બે ટ્રાંજેક્શન કરાવી અરજદાર દ્વારા કુલ ૯૯,૯૯૯/- રૂપીયાની ઓનલાઈન છેતરપીંડી કરી અરજદારના ખાતા માંથી રૂપિયા ૯૯,૯૯૯/-ટ્રાન્સફર કરાવી ફોડ કરેલ ત્યારબાદ અરજદાર દ્વારા સાયબર કાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર કોલ કરી કમ્પલેન કરેલ હતી જે કમ્પલેનમાં અરજદારોના ફ્રોડમાં ગયેલ રૂપિયા ફીઝ કરવામાં આવેલ હતા.જે રૂપિયા અરજદારોના ખાતામાં પરત મેળવવા માટે સાયબર કાઈમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તાત્કાલીક કાર્યવાહી કરી અરજદારશ્રીના ફોડમાં ગયેલ નાણા કુલ-રૂ.૯૯,૯૯૯/-રૂપિયા અરજદારશ્રીના બેંક ખાતામાં પરત મેળવી ૧૦૦% રીકવરી કરી આપેલ છે.