નખત્રાણા ખાતે આવેલ મંજલ નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બાઈકચાલકનું મોત

accident

copy image

copy image

નખત્રાણા ખાતે આવેલ મંજલ નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બાઈકચાલકનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ બનાવ ગત દિવસે સાંજે બન્યો હતો. આ બનાવ અંગે મળેલી માહિતી અનુસાર ગત દિવસે દેશલપરથી તરા-મંજલના કાંતિલાલ મહેશ્વરી  પોતાનું બાઇક લઈને તે દરમ્યાન માજીરાઇથી મંજલ વચ્ચે પુલિયાની નજીક સામેથી આવતી પુરપાટ આવતી ટ્રકએ બાઇકને ટક્કર મારતા બાઈક ચાલકને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી.ઘાયલ શખ્સને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે ટ્રકના ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.