આંતરરાષ્ટ્રીય દિવસ” ની ઉજવણી અંગે જનજાગૃતિ ફેલાવવા વોકાથોનનું આયોજન કરતી

પોલીસ મહાનિદેશકશ્રી સી.આઈ.ડી.ક્રાઈમ અને રેલ્વેઝ ગુજરાત ગાંધીનગરનાઓની સુચના અન્વયે પોલીસ નિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજના શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા “૨૬ મી જુન માદક દ્રવ્યોના દૂરઉપયોગ અને ગેરકાયદેસર તસ્કરી વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસ” ની ઉજવણી અંતર્ગત લોકોમાં નશીલા પદાર્થોનાં દુષણ અંગે જનજાગૃતિ ફેલાવવા વોકાથોનનું આયોજન કરવા સુચના આપેલ.
અનુસંધાને આજરોજ તા.૨૬/૦૬/૨૦૨૬ નાં રોજ પશ્ચિમ કચ્છ ભુજ જીલ્લા પોલીસ દ્વારા ભુજ જ્યુબેલી ગ્રાઉન્ડ ખાતે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવો ભુજ સ્વામિનારાયણ મંદીરના સંતોશ્રીના આર્શીવચન તથા માનનીય ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ તથા ભુજ નગરપાલીકાના પ્રમુખશ્રી શીતલભાઈ શાહના પ્રેરણારૂપ ઉત્બોધન બાદ રેલીને ભુજ જ્યુબેલી ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરાવેલ આ વોકેથોન દરમ્યાન લોકોમાં નાર્કોટીકસ ડ્રગ્સથી થતા નુઅક્સાન તેમજ નાર્કોટીક્સ પદાર્થોથી દુર રહેવા માટેના બેનરો સાથે જ્યુબેલી ગ્રાઉન્ડ ભુજ થી કચ્છ મીત્ર સર્કલ થઈ ભુજ બસ સ્ટેશનથી લેક વ્યુ હોટલ ખાતે આવી આ વોકેથોનની પુર્ણાહુતિ કરવામાં આવેલ .
સદર કાર્યક્રમમાં ભુજની શાળા/કોલેજના વિધ્યાર્થીઓ પશ્ચિમ કચ્છ-ભુજ જીલ્લાના પોલીસ અધિકારી/કર્મચારીઓ, હોમગાર્ડ યુનીટ ભુજના કર્મચારીઓ, બી.એસ.એફ. ભુજના કર્મચારીઓ જોડાયલ હતા.