મિલ્કત તથા શ૨ી૨ સબંધી તથા પ્રોહીબીશનના ગુનાઓ આચરતા માથાભારે ૦૨ (બે) ઈસમોને તડીપા૨ ક૨તી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ, ભુજ-કચ્છ નાઓએ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તા૨માં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહી અન કોઈ અનિચ્છનિય બનાવ બનવા ન પામી તે સારૂ તકેદારીના ભાગરૂપે અસામાજીક પ્રવૃતીઓ ક૨તા માથાભારે ઇસમો ઉ૫૨ કડકમાં કડક કાર્યવાહી કરી તેમની ગુન્હાહિત પ્રવૃતીને અંકુશમાં લાવવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ જરૂરી સુચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.જે.રાઠોડ ગાંધીધામ “એ” ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સ્ટેશન વિસ્તા૨માં મિલ્કત સબંધી તથા શ૨ી૨ સબંધી ગુનાઓ તથા પ્રોહીબીશનના ગુનાઓ આચરતા માથાભારે ઇસમો વિરૂધ્ધ તેમના ગુન્હાહિત ઇતિહાસ આધારે તડીપા૨ દ૨ખાસ્ત મંજુર થવા સારૂ શ્રી એસ.જે.ચૌધરી સાહેબ સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ-અંજા૨ નાઓ ત૨ફ મોકલી આપવામાં આવેલ જે તડીપા૨ દ૨ખાસ્તો મંજુર રાખી માથાભારે ઈસમોને કચ્છ તથા કચ્છ જીલ્લાને અડીને આવેલ મો૨બી, પાટણ,વાવ-થરાદ,સુરેન્દ્રનગ૨ જીલ્લાઓની હદમાંથી તડીપા૨ ક૨વા હુકમ કરેલ હોય જેથી મજકુ૨ માથાભારે ઈસમન હસ્તગત કરી તેઓને તડીપા૨ હુકમની બજવણી કરી તડીપા૨ ક૨વામાં આવેલ છે.

:: હદપાર કરેલ ઇસમોના નામ ::

(૧) દેવેન્દ્ર મહેશભાઇ સોંધ૨વા ઉ.વ.૨૯ ૨હે.કાર્ગો એકતાનગર ઝુપડા ગાંધીધામ

(૨) વિમળાદેવી વા/ઓફ સીતારામ બાવરી ઉ.વ.૪૫ ૨હે.મ.નં-૨૫/૨૬, બાગેશ્રી ટાઉનશીપ-૦૯, ગળપાદર,ગાંધીધામ