ભુજ ખાતે આવેલ ઝુરા કેમ્પમાં એક ઘરમાંથી શરાબની 29 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડતી માધાપર પોલીસ
copy image

ભુજ ખાતે આવેલ ઝુરા કેમ્પમાં એક ઘરમાંથી અલગ-અલગ બ્રાન્ડની 229 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર માધાપર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજ તાલુકાનાં ઝુરામાં રહેતા એક શખ્સે પોતાના કબ્જાના રહેણાક મકાનમાં દારૂનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી 76,275ના કિમતની શરાબની અલગ-અલગ બ્રાન્ડની 229 બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.