ભુજના 37 વર્ષીય શખ્સે કોઈ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની દવા ગટગટાવી મોતને ભેટો કર્યો

Pesticide-poisoning-suicide

copy image

copy image

ભુજના 37 વર્ષીય શખ્સે કોઈ અગમ્ય કારણોસર કપાસમાં છાંટવાની દવા પી જઈ મોતને ભેટો કર્યો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના સુરલભિટ્ટ રોડ પર આવેલ મેમણ કોલોનીમાં રહેતા 37 વર્ષીય  સલીમ સિધીક મેમણે કોઇ  અગમ્ય કારણોસર પોતાના ઘરે  કપાસમાં છાંટવાની દવા ગટગટાવી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બાનવ અંગે જાણ થતાં તેમને સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું.  આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.