ગાંધીધામ ખાતે આવેલ અંતરજાળમાં  એક ગાડીમાંથી   રૂા.36,490ના અંગ્રેજી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

daru2

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ અંતરજાળમાં  એક ગાડીમાંથી  રૂા.36,490ની કિંમતના અંગ્રેજી દારૂના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,   શિતળા માતાજીના મંદિર નજીક ઉભેલી અલ્ટો ગાડીમાં દારૂનો જથ્થો ભરીને રાખવામા આવેલ છે.મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી વાળી કારમાંથી અલગ અલગ બ્રાન્ડનો કુલ 36450નો  દારૂ કબ્જે કર્યો હતો.પોલીસે હાથ ધરવામાં આવેલ કાર્યવાહીમાં તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે