અંજાર ખાતે આવેલ નવાગામમાં રૂ.1.21 લાખની તસ્કરી થતાં પોલીસે મથકે ફરિયાદ

અંજાર ખાતે આવેલ નવાગામમાં રૂ.1.21 લાખની તસ્કરી થતાં પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અંજાર ખાતે આવેલ નવાગામ પાટિયા નજીક દુકાન અને ગોદામનું પતરૂં તોડી સિગારેટના પેકેટ, ગુટખાના પેકેટ બિસ્કિટના પેકેટ અને ચિલ્લર સહિત કુલ રૂ.1.21 લાખની મત્તા પર હાથ સાફ કરી આરોપી ઈશમો ફરાર થઈ ગયા હતા.  આ ચોરીના બનાવ અંગે નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. તા.6/3ના રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં ફરિયાદી પોતાની દુકાન બંધ કરી ઘરે ગયેલ હતા. ત્યાર બાદમાં ગત દિવસે સવારે આવીને જોતાં ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.  આ મામલે સીસી ટીવી ફૂટેજની તપાસ કરવામાં આવતા રાત્રે 2:55 થી 3:10ના સમયગાળામાં મોઢા પર રૂમાલ બાંધેલ ત્રણ ઇસમોએ ચોરીને અંજામ આપેલ હોવાનું સામે આવેલ હતું. વધુ તપાસ હાથ ધરવામાં આવતા આ દુકાન અને ગોદામમાથી કુલ રૂ. 1,21,520ની મત્તા તસ્કરી થઈ હોવાનું સામે આવેલ હતું. પોલીસે આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.