મુંદ્રામાંથી આધાર-પુરાવા વગરના લોખંડાના થાંભલા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

hathkadee

copy image

copy image

મુંદ્રામાંથી આધાર-પુરાવા વગરના લોખંડાના થાંભલા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુખીનદીના કાંઠા પર આવેલા  પંજતન પીર  વાડી વિસ્તારમાં આધાર પુરાવા સિવાયના જીઈબીના લોખંડના સાત મોટા થાંભલા લઈ જવામાં આવી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી વાળા સ્થળ પરથી જીઈબીના લોખંડના સાત મોટા થાંભલા કિં. રૂા. 52,200 ટ્રેક્ટરમાં નાખી લઈ જઈ રહેલ શખ્સને સકંજામાં લીધો હતો. આ થાંભલા અંગે પૂછતાછ કરતાં આરોપી શખ્સ તેના આધારપુરાવા રજૂ કરી શક્યો ન હતો. તેથી પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.