ભચાઉ ખાતે આવેલ વોંધમાં એક રહેણાંક મકાનમાંથી અંગ્રેજી શરાબ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
copy image

ભચાઉ ખાતે આવેલ વોંધમાં એક રહેણાંક મકાનમાંથી અંગ્રેજી શરાબ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભચાઉ ખાતે આવેલ વોંધ ગામમાં રહેનાર મહેશ ઉર્ફે બબો મોતી કોળી નામનો શખ્સ દારૂનું વેચાણ કરી રહ્યો છે મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર કાર્યવાહી હાથ ધરી અને આરોપી શખ્સને દબોચી લીધો હતો. જાણવા મળી રહ્યું છે કે, હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સના કબ્જામાંથી મોકડોવેલ્સ નંબર-1ની 12 બોટલ કબ્જે કરવામાં આવી હતી. પોલીસે આ શખ્સ પાસેથી કુલ રૂા. 4200નો શરાબ હસ્તગત કરી આરોપી શખ્સની અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.