ગાંધીધામના રોટરીનગર વિસ્તારમાં યુવાનની હત્યાના ચકચારી કેસમાં બે આરોપી શખ્સોને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ જાહેર

Court-1495027562_835x547

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, ગાંધીધામના રોટરીનગર વિસ્તારમાં યુવાનની હત્યાના ચકચારી કેસમાં બે આરોપી શખ્સોને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ કોર્ટે જાહેર કર્યો છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગાંધીધામના રોટરીનગર પાસે બાવળની ઝાડીમાં એક  યુવાન મૃત હાલતમાં મળી આવેલ હતો. હત્યા મુદ્દે બે આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જાણવા મળી રહ્યું છે કે,આ કેસ કોર્ટમાં દાખલ થતાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ બંને આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ જાહેર કર્યો હતો.