ભુજ શહેરના હૃદયસમાન હમીરસરના પાણીમાં રહેલી જાળીમાં ફસાયેલ જળચર જીવોને બચાવાયા
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ભુજ શહેરના હૃદયસમાન હમીરસરમાં જળચર જીવો પાણીમાં રહેલી જાળીમાં ફસાઈ ગયેલ હોવાની ઘટના સામે આવી રહી છે ત્યારે આ બનાવ અંગે જાણવા મળી રહ્યું છે કે, આ ઘટના ધ્યાને ચડતા આ મામલે ભુજ સુધારાઈ હસ્તકના ફાયર વિભાગને જાણ કરાઈ હતી જેથી ફાયર ટીમના સભ્યો તુરંત તળાવ પાસે આવી અને ભારે જહેમત બાદ જાળીમાં ફસાયેલા કાચબા અને માછલીઓને મુક્ત કરાવાયા હતા. પરંતુ જાણવા મળી રહ્યું છે કે, આ દરમ્યાન એક કાચબાનું મરણ થયું હતું. અત્રે નોંધનીય બાબત છે કે, જીવદયા પ્રેમીઓની લાગણીને માન આપી તળાવમાં માછલીઓને પકડવા અંગે તંત્ર દ્વારા મનાઈ કરાઈ છે, છતાં પણ આ પ્રકારની ગેર પ્રવૃતિ સામે આવતા લોકોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે.