અબડાસા ખાતે આવેલ  જખૌના  સીમ વિસ્તારમાંથી 78 હજારના કેબલની તસ્કરી કરી ચોર ઈશમો થયા ફરાર

image-64

અબડાસા ખાતે આવેલ  જખૌના  સીમ વિસ્તારમાંથી 78 હજારના કેબલની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ ચોરીના બાનવ અંગે સિકયુરિટી એજન્સીમાં  નોકરી કરતા અબ્દુલ મામદ દરાડ દ્વારા પોલીસ મથકે ફરીયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 5-3ના રાતથી ગત દિવસે બપોરના સમયગાળા દરમ્યાન જખૌ સીમ વિસ્તારમાં આવેલ સુઝલોન કંપનીની જુદી-જુદી પવનચક્કીઓમાંથી કેબલના અનેક ટુકડાઓ કુલ 1575 મીટર જેની કિં. રૂા. 78,750ની  કોઇ   ચોર ઇસમ તસ્કરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.