અંજારના એક રહેણાક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો
copy image

અંજાર પોલીસ ડ્યૂટી પર હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંજારમાં જૂની કોર્ટ પાછળ આવેલ વિજયનગર વિસ્તારમાં એક રહેણાક મકાનમાં દારૂ છુપાવીને રાખેલ છે. મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી અને પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, હાથ ધરવામાં આવેલ દરમ્યાન કિ.રૂ.19800નો ભારતીય બનાવટના વિદેશી દારૂ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સની અટક કરી હતી. આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.